|
|
 |
ઍક અજીબ પ્રકાર ની શક્તિ જો આપણી પાસે હોય તો ઍ છે વિચાર કરવાની ....
જેના થકી તમે કરોડો માઈલ નુ અંતર ઍક સેકંડ મા કાપી શકો છો, વગર થાક ખાઈને
અનંત ની બસ મા રૂપિયા ચુકાવ્યા વગર મુશાફરી કરી શકો છૉ.
વિચાર કરવા માટે રૂપિયા ચૂકવવા પડતા નથી
જેવુ મન નવરુ પડે તરત જ વિચાર ની બસ મા મુસાફરી શરૂ કરી દે છે.
શૂન્યમનસ્ક ની સ્થિતિ પ્રાપ્ત કરવી ઍ જેવી તેવી બાબત નથી....
મને આજ સુધી ઍ જાણવા નથી મળ્યુ કે વિચાર કરવા નો ફાયદો શુ થતો હશે?
હા, કદાચ નિર્ણયો લેવા માટે વિચાર મહત્વનુ પરિબળ હોઈ શકે, પરંતુ મારા
દરેક વિચારો ઍ ખરાબ નિર્ણય જ લીધો હોય તો ???
લખવા માટે મારે વિચારો ની જરૂર પડે છે.પણ સત્ય ની રાહ પર ચાલવા વાળો જો
વિચાર કરી ને લખે તો સમજાવુ કે તેને ખોટુ જ લખવાની ઈચ્છા છે.
માનવી ઍ વિચારશીલ પ્રાણી છે.પણ વિચારો તેને નુકશાન પણ પંહોચાડી શકે છે.
ઍ જે કાઈ પણ હોય તે મન મારે શુન્યમનસ્ક ની પરિસ્થિતિ લાવવી છે..આપની પાસે
ઉપાય હોય તો તે આવકાર્ય ને પાત્ર છે....
|
|
 |
|
|
|
|