મારો સ્વાર્થ

અનેકવાર મારી જાતને હુ ચકાસુ છુ.અને જ્યારે ઍમ લાગે કે હુ સાચો છુ ત્યારે જ 

કોઈ પગલુ ભરુ છુ.

દરેક લોકો આવુ જ કરતા હશે.

પણ મારો સ્વાર્થ મને ગમે તેવા કામ કરવા માટે મજબુર કરે છે.

હુ જે કાઈ કાર્ય કરુ છુ તે ઍ વિચારી ને કરુ છુ કે આ કરવા થી મને કેટલો 
ફાયદો થશે?

પણ સામે વાળા ની પરીસ્થિતિનો વિચાર કરવા ની મને ક્યારેય ફુરસદ મળી નથી.

વિચાર કરવામાં અને અમલ કરવામાં આ જ તો તફાવત રહેલો છે.

ઍટલુ તો નક્કી જ છે કે આ વિશ્વમાં જ્યારે તમે કસુક મેળવો છો ત્યારે કોઈક ક્યાંક

 કશુક ગુમાવે છે...

મને હમેશા ઍવુ લાગે છે કે હુ વિશ્વ ને બદલવા નીકળ્યો છુ પણ આ વિશ્વ ને શેની 

જરૂર છે ઍ જાણ્યા વગર ...

હે ઈશ્વર તુ મને સ્વાર્થમાંથી બહાર ના નિકાલ તો કાઇ નહી પણ નિશ્વાર્થ થવાના

 પ્રયત્નો તો કરવા દે... 

 
Today, there have been 2 visitors (3 hits) on this page!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free